ગૃહમંત્રી-પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોય તેમ ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનું ગોંડલમાં ઘમસાણ
Updated: Apr 27th, 2025
GS TEAM
Gondal Politics: રાજકોટમાં ગણેશ જાડેજા અને અલ્પે કથરિયાના શાબ્દિક યુદ્ધે હિંસાનું સ્વરૂપ લઈ લીધું છે. એકબાજુ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કર્યો હતો અને જીગીશા પટેલ સામે પણ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે. ત્યાં બીજી બાજું જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ ‘જય સરદાર’ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. વહેલી સવારથી ગોંડલની સ્થિતિ એવી જોવા મળી છે, જાણે અહીં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. બંને પક્ષના સમર્થનો ગૃહમંત્રી અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તે રીતે રાજકીય ઘમાસાણ અને હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આ સિવાય ગોંડલના ધારાસભ્ય ગીતાબાએ સંપૂર્ણ ઘટના પર મૌન સેવી મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતાં અને તેમના પતિ અને દીકરો જાણે ગોંડલના જન પ્રતિનિધિ હોય તે પ્રકારે નિવેદનો આપતા જોવા મળ્યા હતાં.
Source: Gujarat Samachar | Language: Gujarati