ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાન્યા રાવની વધુ એક કબુલાત:કન્નડ અભિનેત્રીએ હવાલાના પૈસાથી ગોલ્ડ ખરીદ્યું; 14.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી
સોનાની સ્મગલિંગના કેસમાં મંગળવારે રાન્યા રાવની જામીન અરજી પર સુનાવણી થઈ. દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના વકીલ મધુ રાવે કોર્ટને જણાવ્યું હતું કે રાન્યાએ સોનું ખરીદવા માટે હવાલાના પૈસાનો ઉપયોગ કરવાની કબૂલાત કરી છે.
વકીલે એ પણ માહિતી આપી કે અધિકારીઓએ રાન્યા રાવ સામે ન્યાયિક તપાસ શરૂ કરવા માટે કલમ 108 હેઠળ નોટિસ જારી કરી છે. આનાથી અન્ય નાણાકીય ગેરરીતિઓ બહાર આવશે. બેંગલુરુ સેશન્સ કોર્ટે રાન્યાના જામીન પરનો નિર્ણય 27 માર્ચ સુધી અનામત રાખ્યો છે.
રાન્યાની જામીન અરજી અત્યાર સુધીમાં બે વાર ફગાવી દેવામાં આવી છે. પહેલા નીચલી અદાલતે અને બીજીવાર આર્થિક ગુના માટેની વિશેષ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી. કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી.
16 માર્ચે રાન્યાએ ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે કસ્ટડીમાં તેણીને માર મારવામાં આવ્યો હતો અને ભૂખી રાખવામાં આવી હતી.
રાન્યાના મિત્રની પણ ધરપકડ, સાવકા પિતા પર મદદ કરવાનો આરોપ
Courtesy: Divya Bhaskar