ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ
Updated: Mar 29th, 2025
Gujarat Weather: ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યના આ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
હવામાન વિભાગની અનુસાર, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.
Courtesy: Gujarat Samachar