‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ
Updated: Apr 17th, 2025
GS TEAM
Nails Disease: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ તાલુકામાં રહસ્યમયી બીમારી જોવા મળી રહી છે. કેટલાક ગામડાઓમાં અચાનક નખ ખરવા લાગ્યા, જેનાથી હડકંપ મચ્યો છે. છેલ્લા કેટલાક મહિના પહેલા કેટલાક લોકોને કથિત ‘ગંજા વાયરસ’ના કારણે ગંભીર વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક સૂત્રોના અનુસાર, આ ચિંતાજનક સ્થિતિ પહેલીવાર ડિસેમ્બર 2024માં સામે આવી હતી, જ્યારે બોંડગાવ અને તેના પાડોશી ગામના લગભગ 300 ગામલોકોના ઝડપથી વાળ ખરવાની ફરિયાદો મળી હતી. હવે વધુ એક ચિંતાજનક ઘટનામાં કેટલાક લોકોના નખ ખરવાની સમસ્યા સામે આવી રહી છે.
Source: Gujarat Samachar | Language: Gujarati