ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ
Updated: Mar 29th, 2025
– બંને એકમમાં હાઈજિન- સ્વચ્છતાનો અભાવ
– ઉંદરની અવરજવર, ખૂલ્લા વાયરો પર તેલ- માટીના થર, ધૂમાડો બીજાના ઘરમાં જવા સહિતની ક્ષતિ
આણંદના આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ ખાતે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી, વાયરિંગ ખુલ્લુ, ઉંદરની અવરજવર જોવા મળી હતી. ચીમનીનો ધુમાડો પણ બીજાના ઘરમાં જતો હતો, ખુલ્લા વાયર પર તેલ- માટીનો થર જામીર ગયેલો હતો.
Courtesy: Gujarat Samachar