કામરેજના ગળતેશ્વર નજીક દુઃખદ ઘટના, સુરતથી ફરવા આવેલા ત્રણના તાપી નદીમાં ડૂબી જતાં મોત
Updated: Apr 18th, 2025
GS TEAM
3 people died Near Kamrej: સુરતના કામરેજ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા 5 લોકોમાંથી 3 લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે સુરતથી 5 લોકો ફરવા આવ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે વહેલી તાપી નદીમાં એક મહિલા અને બે પુરૂષો ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
Source: Gujarat Samachar | Language: Gujarati