Grahak Chetna

"Your Voice, Your Power!"

કોમેડિયન કામરા વિરુદ્ધ 3 નવા કેસ નોંધાયા:મુંબઈ પોલીસે બે વાર સમન્સ જારી કર્યા; મદ્રાસ હાઈકોર્ટે 7 એપ્રિલ સુધી આગોતરા જામીન મંજૂર કર્યા

Spread the love

મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ ત્રણ નવા કેસ નોંધાયા છે. આ કેસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત છે.
શનિવારે મુંબઈ પોલીસે આપેલી માહિતી અનુસાર, પહેલી ફરિયાદ જલગાંવના મેયરે નોંધાવી છે, જ્યારે બાકીના કેસ નાસિકના એક હોટેલિયર અને એક ઉદ્યોગપતિ દ્વારા નોંધાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે કામરાને બે સમન્સ જારી કર્યા છે. તેમને 31 માર્ચે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષે 27 માર્ચે તેમની સામેની વિશેષાધિકાર ભંગની નોટિસ સ્વીકારી છે. આ મામલો વધુ કાર્યવાહી માટે વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.
જોકે, શુક્રવારે તેને મદ્રાસ હાઈકોર્ટ તરફથી 7 એપ્રિલ સુધી આગોતરા જામીન મળી ગયા. કુણાલે અરજીમાં કહ્યું હતું કે તે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો રહેવાસી છે. જો હું મુંબઈ પાછો આવીશ તો મુંબઈ પોલીસ મને પકડી લેશે. તેમને શિવસેનાના કાર્યકરો તરફથી જીવનું જોખમ છે.
ખરેખર, કુણાલ કામરાએ એક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં પેરોડી કરી હતી જેમાં શિંદેને દેશદ્રોહી કહેવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે FIR નોંધી છે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *