કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા
Updated: Mar 30th, 2025
– પાલિકા સફાઈ કરાવે તેવી માંગણી
– 5 ફૂટ ઊંડા જોખમી ગરનાળામાં પાણી- ગંદકી એક જગ્યાએ જમા થતા રોગચાળાનો ભય
કપડવંજ પાલિકા વિસ્તારના અંધારિયા વડ પાસેથી કાંસ પસાર થાય છે. કાંસ ખૂલ્લી કરી દીધા બાદ દેસાઈ વાડા, કુડવાવ સુથારવાડા તરફથી આવતું પાણી અને ગંદકી અંધારિયા વડ પાસે જમા થાય છે. બીજી તરફ જટ્ટવાડા, ઝાપલીપોળ, સુભાષચોક તરફથી આવતું પાણી- ગંદકી અવરોધાઈ ગઈ છે. પાંચ ફૂટ ઊંડા ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા છે.
Courtesy: Gujarat Samachar