કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો
Updated: Mar 30th, 2025
Kutch Crime: કચ્છના બિદડા ગામની ત્રણ મહિલાએ ધોકા વડે એક આધેડને ધોઈ નાખ્યો હતો. આ આધેડના પુત્ર રાજેશ સંઘાર સાથે પુત્રી ભાગી જતાં તેનો આક્રોશ પરિવારની ત્રણ મહિલાએ હુમલો કર્યો હતો. જેમાં આધેડનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં મૃતક પિતાના દીકરાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવી પિતાની મોતને હત્યા કરાર કરી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, બિદડા ગામમાં પરિવારની મરજી વિરુદ્ધ દીકરીએ પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગ ગઈ હતી. જેના આક્રોશમાં પરિવારની ત્રણ મહિલાઓએ દીકરીનો ગુસ્સો રાજેશના 75 વર્ષીય પિતા લધા સંઘાર પર ઉતાર્યો હતો. ત્રણેય મહિલાએ લધાભાઈને ઘેરીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં લધાભાઈના અન્ય બે પુત્રો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ મારફતે પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.
Courtesy: Gujarat Samachar