ઓફશોર માઇનિંગ ટેન્ડર અંગે રાહુલ ગાંધીનો PMને પત્ર:રાહુલે લખ્યું- આ દરિયાઈ જીવો માટે જોખમી છે, સરકારે તેને કેન્સલ કરવું જોઈએ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખેલો એક પત્ર સામે આવ્યો છે. આમાં રાહુલે કેરળ, ગુજરાત અને આંદામાન અને નિકોબારના દરિયાકાંઠે ઓફશોર માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાહુલે તેને દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના સમુદાયની આજીવિકા માટે જોખમી ગણાવ્યું છે.
ગાંધીએ ઓફશોર એરિયાઝ મિનરલ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2023ની પણ ટીકા કરી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે પર્યાવરણીય અને સામાજિક-આર્થિક ખરાબ અસરોને અવગણે છે.
રાહુલે કહ્યું કે સરકારે યોગ્ય અભ્યાસ અને હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા વિના ખાનગી કંપનીઓને ઓફશોર માઇનિંગ માટે મંજૂરી આપી. તેથી સરકારે તેનું ટેન્ડર કેન્સલ કરવું જોઈએ.
રાહુલના પત્રના મહત્વપૂર્ણ મુદ્દાઓ…
ઓફશોર માઇનિંગ શું છે, જેના વિશે રાહુલે ચિંતા વ્યક્ત કરી છે
Courtesy: Divya Bhaskar