ઓડિશાના ઝારસુગુડામાં તાપમાન 42 ડિગ્રીને પાર:ઝારખંડ સહિત 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ; દિલ્હી-પંજાબમાં ભારે પવન ફૂંકાશે, પારો ગગડશે
શનિવારે દેશભરમાં હવામાનમાં ફેરફાર થશે. દિલ્હી, પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભારે પવન ફૂંકાશે. આના કારણે તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. શુક્રવારે પણ રાજસ્થાનમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો 7 ડિગ્રી સુધી ઘટી ગયો હતો.
બીજી તરફ, ચાર રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમાં છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે. શુક્રવારે, ઓડિશાનું ઝારસુગુડા દેશનું સૌથી ગરમ સ્થળ હતું. અહીં તાપમાન 42.2° હતું.
આગામી 2 દિવસ હવામાન કેવું રહેશે?
28 અને 29 માર્ચના રોજ ઉત્તરપશ્ચિમ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન ફૂંકાશે. પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી 40 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.
29 માર્ચે અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં હળવો વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટકમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
Courtesy: Divya Bhaskar