Grahak Chetna

"Your Voice, Your Power!"

ઓક્સફર્ડમાં મમતાનો વિરોધ, સવાલોનો મારો:વિદ્યાર્થીઓએ પૂછ્યું- કેટલા હિન્દુઓ માર્યા ગયા, શું તમે હ્યુમન બોડી પાર્ટ્સ વેચો છો; CM બોલ્યાં- અહીં રાજકારણ ન કરો, બંગાળ આવો

Spread the love

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 27 માર્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં તેમના ભાષણ દરમિયાન અટકાવવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને સવાલો કર્યા. મમતાને પુછ્યુ કે, બંગાળમાં છેલ્લા 2 વર્ષમાં કેટલાં હિન્દુઓ માર્યા ગયા, શું તમે હ્યુમન બોડી પાર્ટ્સ વેચો છો. મમતા પશ્ચિમ બંગાળમાં સામાજિક વિકાસ, કન્યા, બાળ અને મહિલા સશક્તિકરણ પર બોલી રહ્યા હતા.
જ્યારે તેણીએ કહ્યું કે તેમનું શાસન મોડેલ ભેદભાવને મંજૂરી આપતું નથી અને તે સમાજના તમામ વર્ગોના કલ્યાણને પ્રાથમિકતા આપે છે. પછી ત્યાં હાજર લોકોએ તેને પોસ્ટર બતાવવાનું શરૂ કર્યું. તો મમતાએ કહ્યું કે, અહી રાજકારણ ના કરો. બંગાળમાં આવીને કરવું હોય તો કરો.
લોકોએ મમતાને ટાટા અને આરજી ટેક્સ કેસ સંબંધિત સવાલો પૂછ્યા. આના પર મમતાએ કહ્યું- તમે જાણો છો કે આ મામલો કોર્ટમાં છે અને કેન્દ્ર સરકારે તેને પોતાના હાથમાં લઈ લીધું છે. અમારી પાસે હવે તે નથી.
જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતે યુકેને પાછળ છોડી દીધું છે. ભારત આજે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં તે ત્રીજા નંબરે હશે. એવી આગાહી કરવામાં આવી છે કે તે 2060 સુધીમાં વિશ્વની પ્રથમ અર્થવ્યવસ્થા હશે.
પછી મમતાએ પૂછ્યું, કોણ? જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારત વિશે વાત થઈ રહી છે, ત્યારે તેમણે કહ્યું- મારો અભિપ્રાય આનાથી અલગ હશે. હું આ સાથે સહમત નથી.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *