ઉષાના કસ્ટરમર કેરમાંથી બોલું કહીને મહિલા પાસેથી રૃા. ૬૧ હજાર સેરવ્યા
Updated: Mar 28th, 2025
અમદાવાદ, શુક્રવાર
સાયબર ગઠિયાઓ દ્વારા અભણ વ્યક્તિઓને છેતરવાના કિસ્સા વધી રહ્યા છે, ઇસનપુરમાં રહેતી મહિલાએ મિક્ષ્ચર રિંપેરીંગ માટે ગુગલ પર સર્ચ કરીને કંપનીનો નંબર મેળવ્યો હતો. થોડી વારમાં અજાણી વ્યક્તિએ ફોન કરીને ઉષા કંપનીના કસ્ટરમર કેરમાંથી બોલું છું કહીને મહિલા સાથે વાત કરીને વોટસએપથી ફોન કરીને વાત કરીને મહિલા કંઇ સમજે તે પહેલા શેર સ્ક્રીન માટેની પ્રોસેસ કરાવીને ગુગલ પે ખોલાવીને ખાતામાંથી ટુકડે ટુકડે રૃા. ૬૧ હજાર કાઢી લીધા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિક્ષ્ચર રિપેરિંગ માટે ગુગલ એપથી કસ્ટરમર કેરમાં ફોન કર્યો અજાણી વ્યક્તિએ મહિલાના ખાતામાંથી ટુકડે ટુકડે રૃપિયા કાઢી લીધા
ઇસનપુરમાં રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ ઉષા કંપનીનું મિક્ષ્ચર ખરીદેલું હતું. જના રિંપોરિંગ માટે ગુગલ પર સર્ચ કરીને કસ્ટમર કેરનો નંબર મેળવીને વાત કરી હતી જો કે નંબર વ્યસ્ત હતા થોડીવારમાં અજાણી વ્યક્તિએ ઉષા કંપનીમાંથી બોલું છું કહીને ફોન કર્યો હતો અને ફરિયાદ બાબતની માહીતી મેળવી હતી અને થોડીવારમાં વોટસએપ કોલ આવશે તેવી વાત કરી હતી.
Courtesy: Gujarat Samachar