ઉનાળાની સાથે જ વડોદરા જિલ્લાના સિંચાઇ તળાવો ખાલી થવા માંડ્યાઃ18 તળાવોમાં 38 ટકા પાણીનો જથ્થો
Updated: Mar 26th, 2025
વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા કુલ ૧૮ સિંચાઇ તળાવોનું સંચાલન કરવામાં આવે છે.આ તળાવોમાં ઢોર-ઢાંખર તેમજ સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ચોમાસા દરમિયાન તમામ સિંચાઇ તળાવો ઓવરફ્લો થઇ ગયા હતા.પરંતુ ત્યારબાદ જેમજેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું અને પાણીનો ઉપયોગ વધ્યો તેમ જળસપાટી ઘટી રહી છે.
હાલમાં ૧૮ સિંચાઇ તળાવોમાં સરેરાશ ૩૮ ટકા જેટલો પાણીનો સ્ટોક રહ્યો છે.જે આગામી બે મહિના પહેલાં જ પુરો થઇ જાય તેવી શક્યતા છે.આ પૈકી સૌથી વધુ પાણીનો સંગ્રહ હાલમાં સાવલી તાલુકાના મનોરપુરા અને વડદલા તળાવમાં ૫૦ ટકા જેટલો જથ્થો છે.જ્યારે ૨૬ ટકા જેટલો સૌથી ઓછો સ્ટોક સાવલીના હરિપુરા તળાવમાં રહ્યો છે.
Courtesy: Gujarat Samachar