ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 29મી માર્ચથી થશે શરૂ, 3 કરોડના ખર્ચે સુવિધાઓ ઊભી કરાઈ
Updated: Mar 27th, 2025
Narmada Parikrama: વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27મી એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. નર્મદા પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી નર્મદા જિલ્લાના વહીવટીતંત્રએ ખાસ તૈયારી શરૂ કરી દીધી છે.
કરોડો રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરાઈ
Courtesy: Gujarat Samachar