ઈદ પર ભાજપનું સૌગત-એ-મોદી અભિયાન:32 લાખ મુસ્લિમોને ખાસ કીટનું વિતરણ શરૂ, તેમાં કપડાં અને ખાદ્ય પદાર્થોનો સમાવેશ
ભાજપે મંગળવારે સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત, દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવી રહી છે. ભાજપના લઘુમતી મોરચાએ આ અભિયાનની જવાબદારી લીધી છે.
દેશની 32 હજાર મસ્જિદો સાથે મોરચાના 32 હજાર કાર્યકરો આ કીટ જરૂરિયાતમંદોને પહોંચાડશે. આ માટે દરેક મસ્જિદમાંથી 100 લોકોને મદદ પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સૌગત-એ-મોદી કીટમાં કપડાં અને ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આમાં મહિલાઓ માટે સુટ, પુરુષો માટે કુર્તા-પાયજામા, કઠોળ, ચોખા, સરસવનું તેલ, ખાંડ, કપડાં, સૂકા ફળો અને ખજૂરનો સમાવેશ થાય છે. દરેક કીટની કિંમત આશરે ₹500-₹600 હોવાનું કહેવાય છે.
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ કહ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક તહેવાર અને દરેકની ખુશીની ઉજવણીમાં ભાગ લે છે. અમે દરેક તહેવારને રંગોથી ભરેલો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે અમે રમઝાન મહિનો હોવાથી સૌગાત-એ-મોદી કીટનું વિતરણ કરી રહ્યા છીએ. દરેકના વિશ્વાસનું સન્માન કરવું જોઈએ.
Courtesy: Divya Bhaskar