‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા
Updated: Apr 25th, 2025
GS TEAM
Rahul Gandhi In Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.
ઘટના પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર : રાહુલ
Source: Gujarat Samachar | Language: Gujarati