‘અમે ચીન સાથે ખુબ સારો વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ’, ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Updated: Apr 17th, 2025
GS TEAM
US China: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટેરિફ વિવાદ પર નમતુ જોખ્યું છે. તેમણે ગુરૂવારે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, તેઓ ચીન સાથે વેપાર પર ખુબ સારી સમજૂતી કરી શકે છે. ગત મહિનાથી ટેરિફ વિવાદ પર ચીન અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાએ ચીન પર 245 ટકાનો ટેરિફ લગાવ્યો છે, પરંતુ હવે ટ્રમ્પનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સામે બેઠા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે, અમે ચીન સાથે ખુબ સારો કરાર કરવા જઈ રહ્યા છે.
ટ્રમ્પના વહીવટીતંત્રએ ચીની આયતો પર 245 ટકા સુધી વ્યાપક નવા ટેરિફની જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, 75થી વધુ દેશ પહેલાથી જ નવા ટેરિફ કરારો પર ચર્ચા કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. પરિણામે જવાબી કાર્યવાહી કરનારા ચીનને બાદ બાકીના દેશો પરનો ટેરિફ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
Source: Gujarat Samachar | Language: Gujarati