અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય
Updated: Mar 29th, 2025
Birth-death registration fees : ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં જન્મ-મરણના પ્રમાણપત્ર માટે નોંધણીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજકોટ મહાનગર પાલિકાએ નોંધણી ફીમાં 900 ટકાનો વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીમાં ફી કરાયો વધારો
ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં જન્મ અને મરણની નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. જેમાં જન્મ અને મરણના 21 દિવસ સુધીમાં ફ્રીમાં નોંધણી થશે, જ્યારે આ પછી નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. 21 દિવસ પછી જન્મ મરણની નોંધણી કરાવવા માટે પહેલાં 2 રૂપિયા ફી હતી. જ્યારે હવે સુધારા નિયમ પ્રમાણે 20 રૂપિયા ફી કરી દેવામાં આવી છે.
Courtesy: Gujarat Samachar