અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ
Updated: Mar 29th, 2025
38 policemen transfer : ગુજરાતમાં મોટાપાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીઓની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.
215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ હતી
Courtesy: Gujarat Samachar