Grahak Chetna

"Your Voice, Your Power!"

અમદાવાદમાં બે વર્ષમાં 4600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા

Spread the love

Updated: Mar 27th, 2025
Ahmedabad News: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોમાં થતા શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ અંતર્ગત માત્ર અમદાવાદ જિલ્લામાં જ છેલ્લા બે વ ર્ષમાં 4600થી વઘુ બાળકો કિડની, હદય અને કેન્સરની બીમારીથી પીડિતા હોવાનું નોંધાયુ છે. જેમાં સૌથી વઘુ 2318 બાાળકો હૃદય સંબંધિત બીમારીના છે અને 1620 બાળકો કિડની તેમજ 670 બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું નોંધાયુ છે. શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન ઘ્યાનમાં આવેલા બાળકોને 20.50 કરોડના ખર્ચે સારવાર અપાઈ છે.
આ પણ વાંચોઃ વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી
બાળકો બન્યા ગંભીર બીમારીનો ભોગ
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી કે, 31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 4608 બાળકો હૃદય, કિડની અને કેન્સરની બિમારથી પીડાતા નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં હૃદયની બીમારીના 1933, કિડનીની બીમારીના 1482 અને કેન્સરની બીમારીના 579 બાળકો છે. જ્યારે જિલ્લામાં હૃદયની બીમારીના 385, કિડનીની બીમારીના 138 અને કેન્સરની બીમારીના 91 બાળકો છે. આમ, સમગ્ર જિલ્લામાં હ્રદયની બીમારીના કુલ 2318, કિડની બીમારીના કુલ 1620 અને કેન્સરની બીમારીના કુલ 670 બાળકો નોંધાયા છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *