અમદાવાદમાં ગેંગ પકડાઈ, સાયબર ફ્રોડ કરી 50 કરોડ દુબઈ મોકલ્યાં, ફેક એકાઉન્ટ-કંપની દ્વારા કૌભાંડ
મારી પ્રોફાઈલ
Updated: Mar 26th, 2025
Cyber Gang Caught in Ahmedabad: નિર્દોષ પ્રજાજનો સાથે સાયબર ફ્રોડ કરીને મેળવેલા 50 કરોડ રૂપિયા દુબઈ મોકલી આપનાર ટોળકી અમદાવાદમાં પકડાઈ છે. સામાન્ય નાગરિકોને ભોળવી તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવી લઈને તેમના નામે બનાવટી બેન્ક એકાઉન્ટસ અને કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય હેરાફેરીનું કારસ્તાન ઓક્ટોબર-2024થી ચલાવાતું હતું. બાતમીના આધારે ઝોન-7 ડીસીપી સ્કવોડે વી.એસ. પાસેથી ઈસનપુરના યુવકને પકડી પાડી ઊંડી તપાસ કર્યા પછી કુલ પાંચ આરોપી સામે ગુનો નોંઘ્યો છે.દુબઈથી સંચાલન કરતી ટોળકીના બે આરોપી સકંજામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થવાની દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
Courtesy: Gujarat Samachar