સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું – ‘અમારે લેવા-દેવા નથી..’
Updated: Apr 20th, 2025
GS TEAM
Nishikant Dube and Supreme Court News : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અંગે એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે. જોકે, ભાજપે નિશિકાંત દુબેના નિવેદન બાદ તાત્કાલિક સ્પષ્ટતા કરતા કહી દીધું કે આ તેમના અંગત નિવેદને છે, પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી.
સુપ્રીમ કોર્ટ મર્યાદા વટાવી રહી છે… : ભાજપ સાંસદ
Source: Gujarat Samachar | Language: Gujarati