‘સિંધુ નદીમાં કાં તો પાણી કાં તો લોહી વહેશે…’ ભારતની કાર્યવાહી બાદ બિલાવલ ભુટ્ટોએ ઝેર ઓક્યું
Updated: Apr 26th, 2025
GS TEAM
Pahalgam Terror attack and Bilawal Bhutto News : પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાનના મોટા નેતાઓના હોશ ઉડી ગયા છે. આ સંદર્ભમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ અને વડા પ્રધાન શાહબાઝ શરીફના સાથી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી અને કહ્યું કે નદીમાં લોહી વહેશે.
હું આ સિંધુ નદી સાથે ઉભો છું : ભુટ્ટો
Source: Gujarat Samachar | Language: Gujarati