‘સંસદની ઉપર કોઈ નથી’, ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ
Updated: Apr 22nd, 2025
GS TEAM
Jagdeep Dhankhar On Supreme Court: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ફરી સુપ્રીમ કોર્ટ પર ટીકા કરતાં સંસદ જ સુપ્રીમ (સર્વોચ્ચ) હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે. બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રત્યેક શબ્દો દેશના સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું કે, બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે. પરંતુ મારા મતે નાગરિક જ સર્વોચ્ચ છે. દરેકની એક અલગ ભૂમિકા હોય છે. બંધારણને અંતિમ રૂપ આપનારા લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમની ઉપર કોઈ ઑથોરિટી નથી.
બંધારણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે
Source: Gujarat Samachar | Language: Gujarati