શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’
Updated: Apr 17th, 2025
GS TEAM
Hindi Compulsory In Maharashtra School : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ નવા અભ્યાસક્રમમાં ધોરણ-1 થી 5માં ત્રિ-ભાષા ફોર્મ્યુલા લાગુ કરાયા બાદ તેનો મહારાષ્ટ્રમાં અમલ કરાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ-1થી પાંચમાં હિન્દી ભાષા ફરજીયાત કરી દીધી છે, જેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MSN)ના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધ કર્યો છે.
‘અમે હિન્દી ભાષા ફરજિયાત નહીં થવા દઈએ’
Source: Gujarat Samachar | Language: Gujarati