શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા: રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટિમેટમ
Updated: Apr 18th, 2025
GS TEAM
USA Trump On Russia-Ukraine Peace Deal: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાએ હવે કડક શબ્દોમાં બંને દેશોને ચીમકી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જો યુદ્ધ મુદ્દે સમાધાન નહીં થાય તો તેઓ પાછળ હટી જશે.
પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જો શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે.
Source: Gujarat Samachar | Language: Gujarati