‘વક્ફ કાયદામાં કોઈ ખામી હશે તો હું રાજીનામું આપી દઈશ’, જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનું મોટું નિવેદન
Updated: Apr 17th, 2025
GS TEAM
Jagdambika Pal On Waqf Act Hearing: વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.
સુપ્રીમ કોર્ટે સળંગ બે દિવસ સુધી આ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઘણા આપત્તિજનક નિયમો ઘડાયા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા મગાવી છે. કેન્દ્ર સરકારે સાત દિવસની અંદર અમુક સળગતા સવાલોનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
Source: Gujarat Samachar | Language: Gujarati