મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા
Updated: Apr 22nd, 2025
GS TEAM
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ ગરમાયું છે. એક તરફ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાતના સમાચાર છે. તો હવે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના એકસાથે આવવાની અટકળો ફરી એકવાર તેજ બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને નેતાઓ ઘણી વખત એક જ મંચ પર સાથે દેખાયા છે. તાજેતરનો કિસ્સો સોમવારે બન્યો, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (SP) ના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પખવાડિયામાં ત્રીજી વખત સ્ટેજ શેર કરી રહ્યા હતા. આ વખતે બંને એક જ મંચ પર કૃષિ અને ખાંડ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા.
શરદ પવાર સાથેની ત્રીજી અજિત પવારની ત્રીજી મુલાકાત
Source: Gujarat Samachar | Language: Gujarati