પહલગામ આતંકી હુમલાને પગલે સાઉદીની યાત્રા અધવચ્ચે પડતી મૂકી વડાપ્રધાન મોદી ભારત પરત
Updated: Apr 23rd, 2025
GS TEAM
PM Modi Saudi Arab Tour : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબની બે દિવસની મુલાકાતને ટૂંકાવીને એક જ દિવસમાં પાછા ભારત આવી ગયા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય કર્યો હતો. હવે તેઓ કેબિનેટ બેઠકનું નેતૃત્વ કરી શકે છે. જોકે સાઉદીની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે આ વિસ્તારમાં રચનાત્મકતા અને સ્થિરતા માટેનું એક મહત્વનું પરિબળ બની રહ્યું છે. સમુદ્રીય પાડોશીઓ તરીકે ભારત અને સઉદી અરબસ્તાનનાં હિતો નૈસર્ગિક રીતે જ સમાન છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા જારી કરાયેલ ચેતવણી કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ‘ઉનાળો ગરમ’ કરવા માટે તૈયાર છે સાચી સાબિત થઇ છે. આ હુમલામાં વિદેશી આતંકવાદીઓની ભૂમિકા પણ સામે આવી છે. અનેક ગુપ્તચર અધિકારીઓ માને છે કે જનરલ મુનીરના વાંધાજનક ભાષણને પગલે લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાને અંજામ આપ્યો હતો. ટીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
Source: Gujarat Samachar | Language: Gujarati