નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’
Updated: Apr 20th, 2025
GS TEAM
ઝારખંડના ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટ પર નિવેદન આપીને બરાબરના ફસાયા છે. ભલે પાર્ટીએ તેમના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હોય પરંતુ તેમના વિરોધી તેમના પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિશિકાંત દુબેને લઈને મોટો દાવો કરી દીધો છે.
નિશિકાંત દુબેના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ‘નિશિકાંત દુબે મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ કરવા લાગ્યા છે અને તેમાં ભાજપના મોટા નેતાઓની તેમને છૂટ મળી છે. ભાજપે પણ કહ્યું છે કે, આ તેમનું અંગત નિવેદન છે અને ભાજપે પણ તેનાથી ખુદને અલગ કરી લીધું છે પરંતુ ભાજપ જો ઈમાનદાર છે તો આવા નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દે. ભાજપની પણ તેમા મિલીભગત છે. સુપ્રીમ કોર્ટને પણ સ્વત સંજ્ઞાન લેતા નિશિકાંત દુબે પર એક્શન લેવા જોઈએ.’
Source: Gujarat Samachar | Language: Gujarati