દાહોદમાં પર્યુષણની ભવ્ય ઉજવણી | Grahak Chetna
દાહોદમાં શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા પરમ પાવન અને પવિત્ર તહેવાર પર્વ પર્યુષણની ઉત્સાહી ઉજવણી કરવામાં આવી. આ તહેવારના પાવન દિવસોમાં, પહેલા દિવસે પૂજ્ય ગુરુ મહારાજ સમિતદર્શના શ્રીજી મહારાજ સાહેબના વાખ્યાન અને પહેલા ત્રણ દિવસ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ખાતે પૂજા યોજવામાં આવી.
એકમના દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી અને 14 સૂપન ઉતારવામાં આવ્યા. ત્યારબાદ, દાહોદ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 35 અઠ્ઠાઈ તપ અને એક મશક્ષમન તપની આરાધના કરનાર તપસ્વીઓની શોભા યાત્રા નીકળી.
આ યાત્રા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી શરૂ થઈ અને દાહોદના દોલતગંજ બજારથી પસાર થઈ, જ્યાં શ્રાવિકાઓ દ્વારા ઉમદા આવકાર કરવામાં આવ્યો. આજે સવારે, શ્રી સંઘ દ્વારા પારણા અને સ્વામી વાત્સલ્યના કાર્યક્રમો યોજાયા, અને તપસ્વીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
#Paryushan #Dahod #JainFestival #JainCommunity #ReligiousCelebration #ShvetambarJain #ChintamaniParshvanath #ReligiousProcession #JainRituals
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/
https://www.youtube.com/@GrahakChetna
X
x.com/grahakchetna
Facebook
facebook.com/grahakchetnanews
Instagram
instagram.com/grahak.chetna