ટ્રમ્પની હિટલર સાથે તુલના, લોકોએ કહ્યું – અમે ઘણું બધું ગુમાવ્યું, ચૂંટણી સુધી રાહ ન જોઇ શકીએ
Updated: Apr 20th, 2025
GS TEAM
USA Protest Against Donald Trump: ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કમાં વિરોધીઓએ શહેરની મુખ્ય લાઈબ્રેરીની બહાર એકત્રિત થઈ ‘No Kings in America’ (અમેરિકામાં કોઈ રાજા નહીં) અને ‘Resist Tyranny’ (તાનાશાહીનો વિરોધ) જેવા સુત્રોચ્ચાર કરતાં પોસ્ટર અને બેનર લગાવી દેખાવો કર્યા હતાં.
ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ
Source: Gujarat Samachar | Language: Gujarati