ટ્રમ્પના ‘ટેરિફ વૉર’ થી ખુદ અમેરિકાની સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ચિંતિત, કહ્યું – ‘સમજાતું નથી કેવી રીતે…’
Updated: Apr 17th, 2025
GS TEAM
Fed Says Tariffs will hit US economy: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ થયેલા ટેરિફવૉરના કારણે અનેક ઈન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસરો જોવા મળી છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીની વિશ્વ જ નહીં પણ તેમના દેશના લોકો જ ટીકા કરી રહ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેન્કે પોતે જ ટ્રમ્પની આ રણનીતિની ટીકા કરતાં સવાલો કર્યા હતાં. ફેડ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે ટ્રમ્પના ટેરિફવૉરના કારણે મોંઘવારીમાં અનેકગણો વધારો થવાની ચીમકી આપી છે. તેમણે દાવો કર્યો છે કે, ટ્રમ્પ સરકારના નીતિગત ફેરફારોના કારણે ફેડ રિઝર્વ પર અજાણ્યા સંકટના વાદળો છવાયા છે. આ તદ્દન નવો અને મોટો ફેરફાર છે. તેના પર કેવી રીતે નિર્ણય લેવો તે સમજાઈ રહ્યું નથી.
મોંઘવારી વધશે
Source: Gujarat Samachar | Language: Gujarati