એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
Updated: Apr 24th, 2025
GS TEAM
PM Modi Pays Tribute to Pahalgam Attack Victims : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. બાદમાં બિહારમાં વિકાસ કામગીરી અંગે માહિતી આપી હતી. પહલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.
PM મોદીના ભાષણની મુખ્ય વાતો
Source: Gujarat Samachar | Language: Gujarati