પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
Updated: Apr 25th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મૃત્યુ થયા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરાંત વિશ્વભરના દેશોમાં આ અંગે ગુસ્સો છે. દરમિયાન ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય ધરતી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી અને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારતના દૃઢ નિશ્ચયનો પુનરોચ્ચાર કર્યો.’
Source: Gujarat Samachar | Language: Gujarati